શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015


ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્ર
પાઠ-૧  : બે મહારાજ્યો
૨ - વાતાપી
૦૧
દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?

પુલકેશી બીજો
૦૨
દક્ષિણ ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી ?

વાતાપી નગરમાં (બાદામી કર્ણાટક)
૦૩
અશ્વમેઘ યજ્ઞ કોને કરાવ્યો હતો ?

પુલકેશી પહેલાએ
૦૪
તેના ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?

વરાહાવતારનું ચિહ્ન 
૦૫
પુલકેશી પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?

પુલકેશી પહેલાનો પુત્ર કીર્તિવર્મા
૦૬
કીર્તિવર્મા પછી રાજગાદી કોને સંભાળી હતી ?

પુલકેશી પહેલાનો ભાઈ મંગલેશ
૦૭
મંગલેશ રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?

વિષ્ણુમંદિર
૦૮
મંગલેશ પછી રાજગાદી કોને સંભાળી હતી ?

પુલકેશી બીજો
૦૯
પુલકેશી બીજાનો સમયગાળો જણાવો.

ઈ.સ. ૬૧૦ થી ૬૪૨ સુધી
૧૦
પુલકેશી બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?

૩૦ વર્ષ સુધી
૧૧
પુલકેશી બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?

લાટ (દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
૧૨
પુલકેશી બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું ?

નર્મદા પાસે
૧૩
હર્ષવર્ધનની વિજયકૂચ કોને થંભાવી દીધી ?

પુલકેશી બીજાએ
૧૪
હર્ષવર્ધન પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય ક્યાં સુધી આવીને અટકી ગયું ?

નર્મદા સુધી
૧૫
પુલકેશી બીજો શેનો શોખીન હતો ?

કળા (કલા) નો
૧૬
પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી ?

વાતાપી અને ધારાપુરીની ગુફાઓ, અજંતાની ગુફાઓ
૧૭
પુલકેશી બીજાનું મૃત્યુ કેવી રીતે થયું ?

કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતાં લડતાં પુલકેશી બીજાનું મૃત્યુ થયું (ઈ.સ. ૬૪૨ માં)
૧૮
હર્ષવર્ધનનું મૃત્યુ ક્યારે થયું હતું ?

પુલકેશી બીજાના મૃત્યુ પછી પાંચ વર્ષે (ઈ.સ. ૬૪૭ માં)

ટિપ્પણીઓ નથી: